ધીરજ ઠાકોર. વડોદરા
હેલો..બરોડિયન.. આપ સાંભળો છો... સયાજી એફ.એમ... એમ.એસ. યુનિ.માં ઓકટોબરથી સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થશે.. તમારી બેઠક વ્યવસ્થા અને હોલ ટિકિટ મેળવી લો.. જેવી વિવિધ જાહેરાતો હવે શહેરી જનો અને યુવાનો પોતાના મોબાઇલ ફોન પર સયાજી એફ.એમ નામની એપ્લિકેશનના માધ્યમથી સયાજી એફ.એમ નામનો જ ઓનલાઇન રેડિયો સાંભળી શકશે. માત્ર ગીત-સંગીત જ નહીં પરંતુ ઓનલાઇન રેડિયોના માધ્યમથી પરીક્ષાનો કાર્યક્રમ, એડમિશન, ફેકલ્ટી દ્વારા વખતોવખત કરાતી જાહેરાત સહિત યુનિવર્સિટી દ્વારા યોજાતા યૂથ ફેસ્ટિવલના કાર્યક્રમની પળપળની વિગતો માણી શકશો.
મ.સ. યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના એમ.એસસી પેટ્રોલિયમ જિયોલોજીની ડિગ્રી મેળવનાર 26 વર્ષીય યોગેશ જાંગીડે અભ્યાસ દરમિયાન સાયન્સ ફેકલ્ટીનો પહેલો એફ.એમ રેડિયો બનાવ્યો હતો. આ રેડિયો પર સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પરીક્ષા તથા ફેકલ્ટી તરફથી કરાતી જાહેરાતો પ્રસારિત કરાતી હતી. ત્રણ વર્ષ સુધી રેડિયો ચલાવ્યા બાદ હવે યોગેશે સમગ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તેમની વિવિધ ફેકલ્ટીઓની માહિતી આપવા તથા યુનિ.ની અવનવી જાહેરાતો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા સયાજી એફ.એમ નામનો ઓનલાઇન રેડિયો બનાવ્યો છે. વિવિધ ફેકલ્ટીની માહિતી ઉપરાંત યોગેશે જાંગીડે પ્રથમ વખત જ યુનિ.નાં વિદ્યાર્થીઓ ઉપરાંત શહેરનાં યુવાનો પણ ગીત-સંગીતની મજા માણી શકે તેવી વ્યવસ્થા કરી છે.
જુલાઈ 14, 2015 (મંગળવાર); દિવ્ય ભાસ્કર, મુંબઈ
No comments:
Post a Comment