- ત્રણ વિધાર્થીઓએ કાર્યક્રમો અને પરીક્ષાલક્ષી વિગતો માટે ત્રણ વર્ષ અગાઉ સેવા શરૂ કરી હતી
યુનિ.ની ફેકલ્ટી ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ વર્ષ પૂર્વે વિવિધ કાર્યક્રમો અને પરીક્ષાલક્ષી વિગતોની જાણકારી આપવા માટે મફત એસએમએસ સેવાઓ શરૂ કરવામાં આવી હતી. ૭૦૦ રજિસ્ટ્રેશનથી શરૂ થઇ આ સેવા ૫૩૦૦ રજિસ્ટ્રેશન સુધી પહોંચી છે. ત્યારે આ સેવા સત્તાવાર રીતે શરૂ કરવા વિદ્યાર્થીઓએ વા.ચા.ને પણ રજુઆત કરી હતી.
સાયન્સ ફેકલ્ટી ખાતે અભ્યાસ કરતાં યોગેશ કુમાર, રાજેશ કેવટ તથા મધુસુદન રાંકાવત નામના ત્રણ મિત્રોએ વિદ્યાર્થીઓને યુનિ.ની વિવિધ પ્રવૃત્તિઓ અંગે જાણકારી મળી રહે તે માટે મફત એસએમએસ સેવા શરૂ કરી હતી. પ્રથમ વર્ષે આ વિદ્યાર્થીઓના ગ્રૂપમાં ૭૦૦ રજિસ્ટ્રેશન હતા જે બીજા વર્ષે વધીને ૧૩૦૦ થયા અને ત્રીજા વર્ષે આ સંખ્યા ૫૩૦૦ થઇ છે.
વિદ્યાર્થીઓની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખી હાલમાં જ વિદ્યાર્થીઓએ વા.ચા.ને આ સેવા સત્તાવાર કરી દેવા રજુઆત કરી હતી. જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લઇ શકે.
વેબસાઇટ અંગે સૂચનો
- યુનિ.ની વેબસાઇટ પર લિંક આપવી જોઇએ. જેથી વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરાવી શકે.
- જે વિદ્યાર્થીઓ સેવા ચલાવશે તેમને ખાસ આઇ કાર્ડ આપવામાં આવે.
- આ સેવાની જાણકારી નોટિસ બોર્ડ પર ડિસપ્લે કરવામાં આવે.
- ફેકલ્ટીમાંથી તમામ માહિતી પૂરી પાડવામાં આવે.
ડિસેમ્બર 10, 2011 (શનિવાર); દિવ્ય ભાસ્કર, વડોદરા
No comments:
Post a Comment