ગોપાલ પંડ્યા, વડોદરા
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના કેટલાક બિન્ધાસ્ત, આળસુ, ભુલકણા, વિદ્યાર્થીઓને છેલ્લા બેએક મહિનાઓથી રાહત થઇ ગઈ છે. આવા વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી ઓફ સાયન્સના યોગેશકુમાર જાંગિડ, મધુસુદન રાંકાવત અને રાજેશ કેવટે એક એસ.એમ.એસ. સર્વિસ ચાલુ કરી છે. તે પણ સાવ મફત.
આ સેવામાં એમ. એસ. યુનિવર્સિટીની તમામ પરીક્ષાની તારીખ, તેનો સમય, કયા દિવસે કયો વિષય, પરિણામની તારીખ, યુનિવર્સિટીના જુદા-જુદા કાર્યક્રમ , શહેરમાં યોજનારા ખાસ કાર્યક્રમ, ફેકલ્ટીના પ્રોગ્રામ વગેરે માહિતી આપવામાં આવે છે. છેલ્લા બે મહિનામાં 1,700થી વધુ વિદ્યાર્થિયો આ સેવાનો લાભ લઈ ચુક્યા છે. આ મેસેજ સર્વિસ માટે આ ત્રિપુટીએ ગૂગલની મદદ લીધી છે.
અભિયાન । ડિસેમ્બર 25, 2010 । પેજ નમ્બર 14