About Sayaji FM

Sayaji FM is own Online Radio Station for The Maharaja Sayajirao University of Baroda, Vadodara, Gujarat, started by RJ Yogesh. Alike our radio station most of our RJs are new here. But all are so dedicated to Sayaji FM that they try to give out their best and work out the best for us. We all know that, usually RJs come at studio for 2-3 hours for their show and then they go out. But at the Sayaji FM being a RJ is not so easy job, coz they are not only Radio Jockey. They are all in all of their show, they do everything for their show, starting from script writing, to selecting tracks, making a playlist, to promoting their show and keeping a touch with their own listeners. They are so hard working individuals that just a word of appreciation is not enough for them. They think good for Sayaji FM & whatever is good for our station as well as whatever entertains our listeners. Our all RJs are friendly and responsive to their listener. They work at friendly environment and also try to create friendly environment on AIR. The one outstanding thing about our Radio Jockey is that they are idea maker too, they give new ideas of shows and they make special show for special day like mother’s day, father’s day, friendship day, valentine’s day, etc.

Come let us take you to the wonderful world of Sayaji FM Team of RJs & let you meet the creators and presenters of show on www.SayajiFM.com

Saturday, December 10, 2011

સાયન્સ ફેકલ્ટીની SMS સેવામાં ૫૩૦૦ છાત્રોનાં રજિસ્ટ્રેશન થયાં

- ત્રણ વિધાર્થીઓએ કાર્યક્રમો અને પરીક્ષાલક્ષી વિગતો માટે ત્રણ વર્ષ અગાઉ સેવા શરૂ કરી હતી

યુનિ.ની ફેકલ્ટી ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ વર્ષ પૂર્વે વિવિધ કાર્યક્રમો અને પરીક્ષાલક્ષી વિગતોની જાણકારી આપવા માટે મફત એસએમએસ સેવાઓ શરૂ કરવામાં આવી હતી. ૭૦૦ રજિસ્ટ્રેશનથી શરૂ થઇ આ સેવા ૫૩૦૦ રજિસ્ટ્રેશન સુધી પહોંચી છે. ત્યારે આ સેવા સત્તાવાર રીતે શરૂ કરવા વિદ્યાર્થીઓએ વા.ચા.ને પણ રજુઆત કરી હતી.

સાયન્સ ફેકલ્ટી ખાતે અભ્યાસ કરતાં યોગેશ કુમાર, રાજેશ કેવટ તથા મધુસુદન રાંકાવત નામના ત્રણ મિત્રોએ વિદ્યાર્થીઓને યુનિ.ની વિવિધ પ્રવૃત્તિઓ અંગે જાણકારી મળી રહે તે માટે મફત એસએમએસ સેવા શરૂ કરી હતી. પ્રથમ વર્ષે આ વિદ્યાર્થીઓના ગ્રૂપમાં ૭૦૦ રજિસ્ટ્રેશન હતા જે બીજા વર્ષે વધીને ૧૩૦૦ થયા અને ત્રીજા વર્ષે આ સંખ્યા ૫૩૦૦ થઇ છે. 

વિદ્યાર્થીઓની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખી હાલમાં જ વિદ્યાર્થીઓએ વા.ચા.ને આ સેવા સત્તાવાર કરી દેવા રજુઆત કરી હતી. જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લઇ શકે.

વેબસાઇટ અંગે સૂચનો
  • યુનિ.ની વેબસાઇટ પર લિંક આપવી જોઇએ. જેથી વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરાવી શકે.
  • જે વિદ્યાર્થીઓ સેવા ચલાવશે તેમને ખાસ આઇ કાર્ડ આપવામાં આવે.
  • આ સેવાની જાણકારી નોટિસ બોર્ડ પર ડિસપ્લે કરવામાં આવે.
  • ફેકલ્ટીમાંથી તમામ માહિતી પૂરી પાડવામાં આવે.
ડિસેમ્બર 10, 2011 (શનિવાર); દિવ્ય ભાસ્કર, વડોદરા

Friday, January 14, 2011

સાયન્સ FMનું સફળ પરીક્ષણ

- યુનિ.ની ફેકલ્ટી ઓફ સાયન્સના 'યોગી - રાજ - મધુ'નું નવું સાહસ

- જિઓલોજી વિભાગના કલાસરૂમમાં સ્ટેશન ઊભું કરાયું

મેહુલ વ્યાસવડોદરા

'ગુડ મોર્નિગ... મ.સ. યુનિ.' સાયન્સ ૯૫.૫ એફએમ ટૂંક સમયમાં મ.સ. યુનિ.ના વિદ્યાર્થીઓના મોબાઇલ - આઇપોડમાં ગુંજવા માંડશે. સાયન્સ ફેકલ્ટીના 'યોગી - રાજ - મધુ' ગ્રૂપ દ્વારા આજે સાયન્સ ૯૫.૫ એફએમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાયન્સ ફેકલ્ટીના જિઓલોજી વિભાગના વિદ્યાર્થીઓ યોગેશ જાંગિડરાજેશ કેવટ અને મધુસૂદન રાંકાવત દ્વારા યુનિ.નું એફએમ તૈયાર કરાનાર હોવાનો અહેવાલ 'દિવ્ય ભાસ્કરે' દિવાળી ટાણે પ્રસિદ્ધ કર્યો હતો. 

યોગેશ જાંગિડે જણાવ્યું હતું કે, યુનિ.ના વિદ્યાર્થીઓને મનોરંજન સાથે પરીક્ષા, સેમિનાર વગેરેની માહિતી આપતું એમએફ સ્ટેશન ઊભું કરવામાં ફેકલ્ટી ડીન સહિત જિઓલોજિ વિભાગના શિક્ષકોએ યુનિ.ના એમએફ સ્ટેશનને કાર્યરત કરવા બાબતે સંપૂર્ણ સહકાર આપી અમને પ્રોત્સાહિત કર્યા હતાં. 

તેણે ઉમેર્યું હતું કે, આજે સવારે જિઓલોજી વિભાગના કલાસમાંથી સાયન્સ એફએમનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન જણાયું કે, સાયન્સ ફેકલ્ટીમાં ખૂબ સારી રીતે સિગ્નલ પકડાતાં હતાં. હંસા મહેતા લાઇબ્રેરી સુધી એફએમ બરાબર પકડાતું હતું. એકંદરે, લગભગ એક કિલોમીટરની રેન્જમાં ફેકલ્ટીના ઘણાં વિદ્યાર્થીઓએ આઇપોડ અને મોબાઇલ પર સાયન્સ એફએમ પકડીને ગીતો સાંભળ્યા હતાં.

યોગેશે વધુમાં જણાવ્યું હતું કે, અમારી ઇચ્છા સાયન્સ એફએમ આખી યુનિ.માં પકડાય તેવી છે. આ અંગે આગામી બે દિવસમાં કામગીરી કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ જ બનશે સાયન્સ એફએમના આરજે 
૯૫.૫ બરાબર કાર્યરત થયા બાદ સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે. એમ કહી યોગેશ જાંગિડ ઉમેર્યું હતું કે, ફેકલ્ટી કે યુનિ.ના આરજે બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓને મોકો અપાશે. ઉપરાંત પ્રોફેસર્સ પણ એફએમ પરથી વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી રજુ કરી શકશે.

એફએમ શું પીરસશે?
૯૫.૫ સાયન્સ એફએમ પરથી યુનિ.ના વિદ્યાર્થીઓને પરીક્ષા, યૂથ ફેસ્ટિવલ, સેમિનાર વગેરેની માહિતી પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, ગીત સંગીત પણ સંભળાવવામાં આવશે. તેમજ કોઇ મહાન કે જાણીતી વ્યક્તિઓ તેમજ યુનિ.ના મહેમાન બનેલાં તજજ્ઞોના રેકોર્ડેડ વક્તવ્યો પણ રજુ કરાશે.

જાન્યુઅરી 14, 2011 (શુક્રવાર); દિવ્ય ભાસ્કર, વડોદરા